નવી દિલ્હી : RBI એ રવિવાર, 31 માર્ચ 2024ના દેશભરની બેન્કો ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. RBIએ મોટો નિર્ણય લેતા 31 માર્ચે રવિવાર હોવા છતાં દેશભરમાં બેન્કો ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેન્કે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. એટલે કે 31 માર્ચ રવિવારે દેશની દરેક બેન્કો ખુલી રહેશે.
RBIએ 31 માર્ચ રવિવારે બેન્કો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 નો છેલ્લો દિવસ હોવાને કારણે RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે 31 માર્ચે વાર્ષિક ક્લોઝિંગ છે. તેવામાં દરેક બેન્કો ખુલી રહેશે. જેથી નાણાકીય વર્ષના અંત સુધી થનાર ટ્રાન્ઝેક્શનને તે વર્ષમાં નોંધી શકાય. ભારત સરકારે સરકારી રિસેપ્ટ અને ચુકવણીથી સંબંધિત દરેક શાખાઓને 31 માર્ચે ખુલી રાખવાની વિનંતી કરી છે, જેથી સરકારી લેતીદેતીનો હિસાબ રાખી શકાય.
All Agency Banks to remain open for public on March 31, 2024 (Sunday)https://t.co/7eI5CZtlh0
— ReserveBankOfIndia (@RBI) March 20, 2024
RBIએ કહ્યું કે 31 માર્ચે નાણાકીય વર્ષના વાર્ષિક ક્લોઝિંગ દરમિયાન દેશભરની બેન્કો નક્કી સમય પર ખોલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એટલે કે 31 માર્ચ રવિવારે દરેક બેન્કો પોતાના નિયમિત સમય પર ખુલશે અને નક્કી સમય પર બંધ થશે. પરંતુ ગ્રાહક NEFT અને RTGS ટ્રાન્ઝેક્શન રાત્રે 12 કલાક સુધી કરી શકશે.
માત્ર બેન્કો જ નહીં આવકવેરા વિભાગની ઓફિસો પણ 31 માર્ચ રવિવારે ખુલી રહેશે. માત્ર રવિવાર જ નહીં પરંતુ શુક્રવાર 29 માર્ચે ગુડફ્રાઇડે, શનિવાર 30 માર્ચ અને રવિવાર 31 માર્ચે ઈનકમ ટેક્સની ઓફિસો ખુલી રહેશે. આવકવેરા વિભાગે દેશભરની ઓફિસો ખુલી રાખવાનો નિર્દેશ કર્યો છે. નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાને કારણે ડિપાર્ટમેન્ટે ગુડ ફ્રાઇડેને કારણે લાંબી રજાને રદ્દ કરી દીધી છે. આવકવેરા વિભાગે કહ્યું કે આઈટી ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલી રહેશે. તમને જણાવી દઈએ કે સ્ટોક માર્કેટ આ દરમિયાન બંધ રહેશે.