નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું જેમાં મિડલ ક્લાસને મોટી રાહત આપતી જાહેરાત કરી. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. નાણામંત્રીએ આ જાહેરાત કરીને મિડલ ક્લાસને ખુશખુશાલ કરી નાખ્યો છે. હવે આ નવો ટેક્સ સ્લેબ હશે. ટેક્સપેયર્સની નજરો બજેટ પર જ હોય છે. આ વખતે નાણામંત્રીએ 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં એવી જાહેરાત કરી દીધી છે. હવે તમને નવા અને જૂના ટેક્સ રિજિમના ટેક્સ ક્લેબ વિશે જણાવીશું.
ન્યૂ ટેક્સ રિજિમ હેઠળ અત્યાર સુધી સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક સુધી આવકવેરામાં રાહત હતી. હવે તે હેઠળ 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એ જ રીતે જેમનો પગાર એક લાખ રૂપિયા સુધી હશે તેમણે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. જો કે તેનાથી વધુ કમાણીવાળા ટેક્સના દાયરામાં આવશે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે તેનાથી 18 લાખની વાર્ષિક આવકવાળા લોકોને 70,000 રૂપિયાની ટેક્સ છૂટ અને 12 લાખ રૂપિયા વાર્ષિક આવકવાળા કરદાતાઓને 80,000 રૂપિયાની છૂટનો લાભ મળશે. આ પ્રસ્તાવ નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એસેસમેન્ટ યર 2026-27 માટે છે.
મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 11 મોટી જાહેરાત……
1)12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ આવકવેરો લાગશે નહીં.
2)નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે. આ ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ્સ પછીથી સમજાવવામાં આવશે.
3)કેન્સરની દવાઓ સસ્તી થશે, છેલ્લા 4 વર્ષના IT રિટર્ન એકસાથે ભરવામાં આવશે.
4)વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
5)આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.
6)આગામી છ વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
7)કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
8)બિહારમાં મખાના બોર્ડની રચના થશે, નાના ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો થશે.
9)નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.
10)MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે.
11)સ્ટાર્ટઅપ માટે લોન રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે.