Wednesday, January 14, 2026

Budget 2025 : બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું? અહીં જુઓ, સંપૂર્ણ યાદી…

spot_img
Share

નવી દિલ્હી : આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે. નાણાપ્રધાને અનેક ચીજવસ્તુઓની કસ્ટમ ડ્યુટીમાં કાપ મૂક્યો છે, જેનાથી કેટલીક ચીજવસ્તુઓની કિંમતો ઘટશે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ, ઇલેક્ટ્રિક કારથી જોડાયેલા માલસામાન હવે સસ્તી થશે.

આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તું થાય છે. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. આવો જાણીએ આ બજેટમાં કઇ વસ્તુઓ સસ્તી થઇ છે અને કઇ વસ્તુઓના મોંઘી બની છે.

શું થયું સસ્તું?

બજેટમાં કોબાલ્ટ ઉત્પદન, લિથિયમ-આયર્ન બેટરી સ્ક્રેપ અને 12 મહત્ત્વનાં ખનિજોની બેઝિક શૂલ્કમાં સંપૂર્ણ છૂટ આપવાનો પ્રસ્તાવ છે
કેન્સર અને દુર્લભ બીમારીઓની સારવારમાં કામ આવતચી 36 દવાઓ પરથી બેઝિક શૂલ્કમાં છૂટ આપવામાં આવી છે, એનાથી એની કિંમતો ઘટશે
મોબાઈલ ફોન
કેમેરા થશે સસ્તા
મોબાઈલ બેટરી
LED અને LCD ટીવી
37 કેન્સર જેવી ગંભીર દવાઓ
EV કાર કપડાનો સામાન
મેડિકલ ઇક્વિપમેન્ટ્સ
82 સામાન પરથી સેસ દૂર કરવામાં આવ્યો
લેધર જેકેટ, જૂતાં, બૂટ, પર્સ
હેન્ડલૂમ કપડાં
જહાજોના નિર્માણમાં કામ આવતા કાચા માલસામાન પર બેઝિક શૂલ્કમાં આગામી 10 વર્ષ છૂટ આપવામાં આવી છે.
ફ્રોઝન માછલીની પેસ્ટ પર બેઝિક શૂલ્ક 30 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાઈ

શું મોંઘું થયું?

ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર બેઝિક સીમા શૂલ્ક 10 ટકાથી વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
ફેબ્રિક
આ ઉપરાંત સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીને છ ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ છે. જોકે બજેટમાં સોના-ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...