નવી દિલ્હી : જેને સ્પોટ્સની દુનિયામાં સૌથી રોમાંચક, સૌથી મોટી અને સૌથી શાનદાર માનવામાં આવે છે. આ રમત એટલે ફૂટબોલ. કહેવાય છેકે, ફૂટબોલ જેટલી રોમાંચક રમત દુનિયાભરમાં બીજી કોઈ નથી. આજથી ફીફા ફૂટબોલના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. 28 દિવસ, 32 ટીમો અને 64 મેચ…અર્થાત કુલ 28 દિવસ સુધી આ રોમાંચક રમતનો રોમાંચ દુનિયા માણશે. જેમાં દુનિયાભરની સૌથી શ્રેષ્ઠ 32 ટીમો એટલેકે, 32 દેશો ભાગ લઈ રહ્યાં છે. અને આ ટુર્નામેન્ટમાં 64 મેચ રમવામાં આવશે.
રવિવારે, ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે એક શાનદાર ઓપનિંગ સેરેમની થશે જેમાં વિશ્વભરના મોટા કલાકારો પરફોર્મ કરશે. તેમાં સૌથી મોટું નામ કોરિયન બેન્ડ BTSનું છે, જે અહીં ધમાલ મચાવશે. આ સિવાય માલુમા, નિકી મિનાજ, મરિયમ ફેરેસ અહીં આ વર્લ્ડકપનું થીમ સોંગ કરશે.ઓપનિંગ સેરેમની બાદ આજે ઓપનિંગ મેચ પણ રમાવાની છે જે યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાવાની છે.