નવી દિલ્હી : ચીનમાં કોરોના વાયરસની અસર જોતા હવે વિશ્વમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ભારતમાં પણ આ સબવેરિએન્ટના 4 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત તે અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપના અન્ય દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અપીલ કરી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની (IMA) ગાઈડલાઈન્સમાં શું કહેવાયું
બિનજરુરી પ્રવાસ ટાળવો
લગ્ન પ્રસંગે પણ શક્ય હોય તો ટાળવા
ભીડવાળી જગ્યાએ ન જાવ
જાહેર સ્થળોએ માસ્ક અનિવાર્યપણે પહેરો
સેનિટાઈઝરનો ઉપયોગ કરો
સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે.
સાબુ અને પાણી અથવા સેનિટાઈઝર્સથી નિયમિતપણે હાથ ધોવા
આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો
તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, લૂઝ મોશન વગેરે જેવા કોઈપણ લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો
વહેલી તકે સાવચેતીના ડોઝ સહિત તમારું કોવિડ રસીકરણ મેળવો
સમયાંતરે જાહેર કરવામાં આવેલી સરકારી સલાહકારને અનુસરો