નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 માટે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટથી સામાન્ય માણસથી લઈને ખાસ માણસને ઘણી આશાઓ હતી. નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની 5 લાખની વાર્ષિક છૂટ વધારીને 7 લાખ કરવામાં આવી છે.
Budget 2023 સૌથી મોટી અને મહત્વની જાહેરાત બાદ નોકરીયાતોને લાંબા સમય બાદ ખુશખબર મળતા જોવા મળી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા ટેક્સ રિજીમમાં ટેક્સ છૂટની 5 લાખની વાર્ષિક છૂટ વધારીને 7 લાખ કરવામાં આવી છે. આ જ રીતે ઓલ્ડ રિજીમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરતા 2.5 લાખ રૂપિયાની જગ્યાએ હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. નાણામંત્રીએ કહ્યું કે હવે નવા ટેક્સ રિજીમને અપનાવનારાઓએ 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 45 હજાર રૂપિયા ટેક્સ ભરવો પડશે.
સસ્તુ
ટીવી પેનલના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી 5% થી ઘટાડીને 2.5% કરવામાં આવી
મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ માટે કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
નિકાસને વેગ આપવા માટે સરકાર ઝીંગા ફીડ પર કસ્ટમ ડ્યુટી ઘટાડશે
મોંઘું
સિગારેટ પર ટેક્સ 16% વધારો
ચાંદીના સામાન પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયો.
કિચનની ઇલેક્ટ્રિક ચીમની પર કસ્ટમ ડ્યુટી 7.5% થી વધીને 15% થઈ
કમ્પાઉન્ડ રબર પર ડ્યુટી 10% થી વધારી 25%