મુંબઈ : અદાણી એન્ટરપ્રાઇઝે FPO રદ કર્યો છે. તે રોકાણકારોને નાણાં પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયો હતો.કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે, ‘કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 જાન્યુઆરી, 2023ના રોજ મળેલી બેઠકમાં આ શેર પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.’
મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય સાથે જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ના બોર્ડે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) સાથે આગળ ન જવાનું નક્કી કર્યું છે. હાલમાં બજારની વર્તમાન અસ્થિરતાને જોતાં કંપનીનો ઉદ્દેશ્ય FPOની રકમ પરત કરીને તેના રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનો છે.
અદાણી એન્ટરપ્રાઇઝની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)27 જાન્યુઆરીએ ખુલી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કરવા માટે યોજના બનાવી હતી. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર 31 જાન્યુઆરી સુધી ખુલ્લી રહી હતી.