નવી દિલ્હી : BBCના દિલ્હી અને મુંબઈ ઓફિસમાં આયકર વિભાગની ટીમ પહોંચી પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે. એક અહેવાલ મુજબ ITની 60 થી 70 લોકોની ટીમ રેડમાં સામેલ છે તેવું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્શન દરમિયાન સ્ટાફના ફોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. સાથે જ, ઓફિસમાં અવર-જવર બંધ કરી દીધી છે. BBC ઇન્ડિયાના મેનેજમેન્ટે રેડની સૂચના લંડન હેડક્વાર્ટરને આપી છે.
મળતી માહિતી મુજબ BBC ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગની 60થી 70 લોકોની ટીમ સર્વે માટે પહોંચી છે અને જૂના ખાતા ફંફાળી રહી છે. આવકવેરા વિભાગની ટીમે કર્મચારીઓના ફોન બંધ કરાવી દીધા છે અને આ સાથે જ કોઈને પણ પરિસરમાં આવવા જવાથી અટકાવી દીધા છે. Income Tax વિભાગની ઈન્ટરનેશનલ ટેક્સેશન વિંગે BBC પર સર્વે કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કરાધાન અને મૂલ્ય નિર્ધારણ અનિયમિતતાઓ માટે દિલ્હી અને મુંબઈ સહિત 20 ઓફિસોમાં સર્વેક્ષણ થઈ રહ્યો છે.