અમદાવાદ : અમદાવાદના વિશાલા સર્કલ નજીક AMTS અકસ્માતનો બનાવ બન્યો છે. વિશાલા સર્કલ પાસે AMTS બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક લોડિંગ ટમ્પો અને રીક્ષાને ભારે નુકશાન થયું હતું. જેમાં એક બાળકી અને એક વ્યક્તિને ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે એએમટીએસની બસ દ્વારા અકસ્માત થતાં ગાડી, રિક્ષા અને લોડિંગ ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિશાલા સર્કલ પર સરખેજથી જતી AMTSની લાલ બસની ઝપટે કાર, રિક્ષા અને લોર્ડિંગ ટેમ્પો સહિતનાં વાહનો ચડ્યાં હતાં. આ સમગ્ર બનાવમાં ટ્રાફિક સિગ્નલને કારણે વાહનો થોભી ગયાં હોવાની શક્યતા છે. જેમાં એક લોર્ડિંગ બોલેરો અચાનક બ્રેક મારીને ઊભી રહી જાય છે. ત્યારબાદ કાર, રિક્ષા, લોર્ડિંગ રિક્ષા સહિતનાં અન્ય વાહનો પણ થોભી જાય છે. દરમિયાન એક પૂરપાટ આવતી AMTSની લાલ બસ આ તમામ વાહનોને રમકડાંની માફક અડફેટે લે છે. જેમાં મોટાભાગનાં વાહનોને નુકસાન થયું છે.
આ અકસ્માત થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. આ અકસ્માતમાં એક નાની બાળકી અને એક વ્યક્તિને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.