21.7 C
Gujarat
Saturday, November 23, 2024

એકસરખા Symptoms : Dr.એ જણાવેલી 5 રીતથી H3N2 અને COVID-19ની કરો ઓળખ, જાણો બચાવના ઉપાય

Share

નવી દિલ્હી : ભારતમાં હાલ કોરોના વાયરસ (Coronavirus) અને ઇન્ફ્લૂએન્ઝા વાયરસ એચ3એન2 (H3N2 virus)નો કહેર જોવા મળી રહ્યો છે. 126 દિવસ બાદ જ્યાં કોરોના વાયરસના સંક્રમણ કેસનો આંકડો 800ને પાર થઇ ગયો છે, ત્યાં H3N2 વાયરસના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, નવા 841 કેસો સાથે દેશમાં કોરોનાનો આંકડો 5389 પર પહોંચ્યો છે. જ્યારે 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધી H3N2ના કેસની સંખ્યા 451 પર પહોંચી છે.

આ બંને વાયરસના લક્ષણો એકસમાન હોવાના કારણે વ્યક્તિને કેવા પ્રકારનું ઇન્ફેક્શન થયું તે કહેવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. આ બંને વાયરસમાં દર્દીને તાવ, ખાંસી, ગળામાં ખરાશ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. એક રિપોર્ટ મુજબ નોઇડાની ફોર્ટિસ હોસ્પિટલમાં પલ્મોનોલોજીસ્ટ એન્ડ ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ ગુપ્તાએ દર્દી આ લક્ષણોમાં કેવી રીતે અંતર પારખી શકે અને તેનાથી બચવા માટે શું કરવું જોઇએ તે અંગે ટિપ્સ આપી છે.

લક્ષણોને લઇને અવઢવ
Covid અને H3N2 virus વાયરસના લક્ષણો લગભગ એક સરખા જ છે. અત્યાર સુધી આ બંને ઇન્ફેક્શનના દર્દીઓમાં માથાનો દુઃખાવો, માસપેશીઓમાં દર્દ, થાક, ગળામાં ખરાશ, નાક વહેવું, ખાંસી, તાવ અને ગળામાં કફ જમા થવા ઉપરાંત ડાયરિયા અને શ્વાસ લેવામાં પરેશાની જેવા લક્ષણો જોવા મળે છે. આ જ કારણોસર હેલ્થ એક્સપર્ટ્સ અને દર્દીઓ આ બંને વાયરસના લક્ષણોને લઇ કન્ફ્યૂઝ છે. ચોક્કસથી તેના લક્ષણોને વધુ યોગ્ય રીતે સમજવાથી નિદાન અને ઇલાજમાં રાહત મળી શકે છે.

​H3N2 વાયરસમાં ખાંસી
ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાની ખાંસ હળવી અથવા ગંભીર હોઇ શકે છે, જે સમયની સાથે ઠીક થઇ જાય છે. જ્યારે H3N2 વાયરસમાં થતી ખાંસી એક અઠવાડિયાથી લઇને એક મહિના સુધી પરેશાન કરી છે, સાથે જ આ ખાંસી એટલી તીવ્ર હોય છે કે, તેનાથી માથાનો દુઃખાવો અને છાતીમાં દુઃખાવો થઇ શકે છે. કેટલાંક દર્દીઓને તો ખાંસીના કારણે પાંસળીઓનું ફ્રેક્ચર પણ થઇ શકે છે.

કોરોનામાં તાવ
ડોક્ટર અનુસાર, કોરોનામાં તાવમાં વધ-ઘટ જોવા મળે છે અને તે ઓછામાં ઓછા સાત દિવસ સુધી તમને પરેશાન કરી શકે છે. જ્યારે H3N2માં તાવ વધુ તીવ્ર હોય છે જે ચારથી આઠ દિવસો સુધી રહે છે, આ સાથે ખાંસીની સમસ્યામાં પણ વધારો થઇ શકે છે.

​શ્વાસ લેવામાં તકલીફ અને દુઃખાવો
ડોક્ટરોનું કહેવું છે કે તાવ, સતત ઠંડી લાગવી, ખાંસી બંને વાયરસના સામાન્ય લક્ષણો છે. જ્યારે ઇન્ફ્લૂએન્ઝાની સરખામણીએ કોરોનામાં શ્વાસ લેવાની તકલીફ વધી શકે છે. આ સિવાય માસપેશીઓમાં દુઃખાવો બંને વાયરસના કોમન લક્ષણો છે. જ્યારે કોરોનામાં વ્યક્તિને વધારે પડતો થાક લાગે છે. છીંક, ગળામાં ખરાશ, ગંધ પારખવાની ક્ષમતામાં ઘટાડો આ બંને સંક્રમણોમાં જોવા મળે છે. જ્યારે કાનમાં દુઃખાવો, ઉલટી-ઉબકાં, ડાયરિયા કોવિડ અને H3N2 બંનેના લક્ષણો છે.

​અવાજમાં બદલાવ H3N2ના સંકેત
ડોક્ટર અનુસાર, H3N2 વાયરસના સંક્રમણ બાદ અવાજમાં ફેરફાર થઇ શકે છે, જેનું એક કારણ ગળામાં ઇન્ફેક્શન પણ હોઇ શકે છે. જ્યારે કોવિડ-19ના લક્ષણોમાં તાવ અથવા શરદીથી શરૂઆત થાય છે.

ડોક્ટરો મત મુજબ ​H3N2 અને Covidથી બચવાના ઉપાયો
આ બંને સંક્રમણ શ્વાસ અને છીંક વાટે ફેલાય છે, તેથી સાફ-સફાઇનું ધ્યાન રાખો
ભીડવાળા સ્થળોએ જવાનું ટાળો
હંમેશા માસ્ક પહેરીને રાખો
હાથને સાબુ અને પાણીથી ધૂઓ, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો
સંક્રમિત લોકોથી દૂર રહો અને દર્દીઓને અલગ રાખો
લક્ષણો જોવા મળે તો બહાર જવાનું ટાળો
ઘરની અંદર વેન્ટિલેશનનું ધ્યાન રાખો
હેલ્ધી ડાયટ લો અને હાઇડ્રેશનનું ધ્યાન રાખો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles