નવી દિલ્હી : PAN-Aadhaarને લિંક કરવું જરૂરી છે. તેની ડેડલાઈન 31 માર્ચ છે. જો કરદાતા તેમના પાન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરતા નથી, તો તેમનું પાન કાર્ડ કામ નહિ કરે. એટલા માટે પાનને વહેલી તકે લિંક કરાવી લો. જો તમારું PAN-Aadhaar સાથે લિંક નથી થયું, તો તમને મોટી મુશ્કેલી થઈ શકે છે. જો તમે નથી જાણતા કે તમારું પાન આધાર સાથે લિંક છે કે, નહિ, જો તમને આ બાબતે કન્ફ્યૂઝન છે, તો આ બે પ્રકારે તમે સ્ટેટસ ચેક કરી શકો છો.
કેવી રીતે ચેક કરવું?
1. સૌથી પહેલા ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. (https://www.incometax.gov.in/iec/foportal/)
2. પોર્ટલની ડાબી બાજું તમને ‘Quick Links’ જોવા મળશે. જ્યાં ‘લિંક આધાર સ્ટેટસ’ પર ક્લિક કરો.
3. હવે તમારો 10 અંકનો પાન નંબર અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ ‘વ્યૂ લિંક આધાર સ્ટેટસ’ પર ક્લિક કરો.
4. જો તમારું આધાર પહેલાથી જ લિંક છે, તો તમારો આધાર નંબર પોર્ટલ પર દેખાશે. જો આવું નથી, તો તમારું પાન આધાર સાથે લિંક કરવું પડશે.