નવી દિલ્હી : PAN ને આધાર કાર્ડ સાથે જોડવા મુદ્દે એક મોટા સમાચાર આવ્યા છે. પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં વધારો થયો છે. હવે PAN કાર્ડને આધાર કાર્ડ સાથે 30 જૂન સુધી લિંક કરી શકાશે. આવી સ્થિતિમાં, જેમણે હજુ સુધી આધાર અને PAN લિંક નથી કરાવ્યું, તેમને હવે થોડા દિવસોનો સમય મળ્યો છે. સરકારે આજે (મંગળવારે) આધાર-PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન, 2023 કરી છે.
SMS દ્વારા પાન આધાર લિંક કરી શકો
સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો.
આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે ચકાસવું?
– incometax.gov.in ની મુલાકાત લો.
– ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધો.
– તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
– જો તમારું પાન તમારા આધાર સાથે જોડાયેલું હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
– તમારો 10 અંકનો પાન નંબર > 12 આંકડાના આધાર નંબર સાથે લિંક થશે તે નંબર>.
ઓનલાઇન લિંક કરવા માટે
>> સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ.
>> આધાર કાર્ડમાં આપેલ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.
>> આધાર કાર્ડમાં જન્મનું વર્ષ જ આપવામાં આવ્યું હોય તો ચોરસ પર ટિક કરો.
>> હવે કેપ્ચા કોડ દાખલ કરો.
>> હવે લિંક આધાર બટન પર ક્લિક કરો
>> તમારા PAN ને આધાર સાથે લિંક કરવામાં આવશે.