અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક વખત આંગડિયા પેઢીનો કર્મચારી ટાર્ગેટ બન્યો છે. થોડા સમય પહેલા જ અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડા લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને એક્ટિવા ઉપર આવેલા ત્રણ શખસોએ આત્રીને બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. હાલ આ ઘટનાને પગલે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુળ રતનપુરનાં ડી નરેશ આંગડિયા પેઢીનાં કર્મચારી કમલેશ અને છગનલાલ બંને એક્ટિવા લઇને સીજી રોડ પરથી ફોરેન એક્સચેન્જમાંથી 50 લાખ લઇને નીકળ્યા હતા. ત્યારબાદ બન્ને જમાં આશ્રમ રોડ થઇને નહેરૂબ્રીજ થઇને લાલ દરવાજાથી કાલુપુર તેમની આંગડિયા ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી ત્રણ લોકો ટુ વ્હીલર પર આવ્યા હતા અને સાઇડમાં વાહન રાખી બેલેન્સ ગુમાવે એવી રીતે બેગ ખેંચીને ભાગીને જતા રહ્યા હતા. આ બનાવની જાણ થતા શહેરના ઉચ્ચ અધિકારીઓએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી શરૂ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે.
થોડા સમય પહેલા જ અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડાની લૂંટ આ વિસ્તારમાં થતા લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે.