નવી દિલ્હી : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સાદગીના વખાણ ભાજપના અનેક ટોચના અધિકારીઓ કરી રહ્યા છે. PM મોદી દ્વારા પણ ગુજરાતના મુખ્યમંત્રીની સાદગીના ખુબ જ વખાણ કરવામાં આવ્યા હતા. PM મોદીએ તેમની આ સાદગીના ટ્વીટ કરીને તેમના વખાણ કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ જાહેર જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે. હું તેમના પુત્ર અનુજના ઝડપથી સ્વસ્થ થવા માટેની પ્રાર્થના કરૂ છું.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું. https://t.co/0CegcAxoDq— Narendra Modi (@narendramodi) May 14, 2023
મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના દીકરાને બ્રેઈન સ્ટોક થતા મુંબઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ ખસેડાયા હતા. એર એમ્બ્યુલન્સનું ભૂપેન્દ્ર પટેલે ભાડુ ચૂકવ્યું હતુ સાથે જ તેઓ 4 થી 5 વખત ડોમેસ્ટિક ફ્લાઈટમાં પોતાનું ભાડુ ખર્ચીને મુંબઈ પણ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલની સાદગીના હવે PM નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલના પરિવાર દ્વારા એક પણ વાર સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં નથી આવતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં સરકારી એરક્રાફ્ટમાં અગાઉના મુખ્યમંત્રીના પરિવાર તો ઠીક પરંતુ પાઇલોટ પોતાની અંગત ઐયાશી માટે પણ ઉપયોગમાં લેવાયાના દાખલા બન્યા છે. તેવામાં ભુપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશના રાજકારણીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. ભુપેન્દ્ર પટેલ પોતાની સરળ અને સ્વચ્છ છબીના કારણે પણ ઓળખાય છે.