20.8 C
Gujarat
Friday, November 22, 2024

મુંબઈમાં લીધો માન્ચેસ્ટરનો ‘બદલો’, ટીમ ઈન્ડિયાની શમીની 7 વિકેટથી 12 વર્ષ બાદ ફાઈનલમાં એન્ટ્રી, PM મોદીએ શું કહ્યું ?

Share

મુંબઇ : વિરાટ કોહલીની રેકોર્ડ બ્રેક સદી તથા શ્રેયસ ઐય્યરની તોફાની સદીની મદદથી ભારતે બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય નોંધાવીને આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં એન્ટ્રી કરી દીધી છે. મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય એકદમ સટીક સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી.

ટીમ ઈન્ડિયાએ મુંબઇ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગ બંન્નેમાં કહેર વર્તાવ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઈટ થઈ ગઈ. આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ભારત 12 વર્ષ બાદ વિશ્વ કપની ફાઈનલમાં એન્ટ્રી કરી છે. આજની મેચમાં શમીએ 7 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. ન્યૂઝીલેન્ડ 70 રનથી હાર્યું. શમીને જબરદસ્ત પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

PM મોદીએ ટ્વીટ કર્યું, “આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ છે. આ રમતમાં અને વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની બોલિંગ આવનારી પેઢીઓ માટે ક્રિકેટ પ્રેમીઓ યાદ રાખશે. શામી સારી રીતે રમ્યો!” આ પહેલા વિરાટ કોહલીએ ODIમાં સદીની અડધી સદી પૂરી કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો, બાદમાં મોહમ્મદ શમીએ ફરીથી સાત વિકેટ લઈને શાનદાર બોલિંગ કૌશલ્ય બતાવ્યું હતું. શમીએ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 57 રનમાં સાત વિકેટ લઈને ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય બોલરે વનડે મેચમાં સાત વિકેટ લીધી હોય.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles