16.5 C
Gujarat
Sunday, December 8, 2024

કેન્દ્રીય બજેટ 2024 : બજેટમાં કઈ વસ્તુ સસ્તી અને કઈ વસ્તુ મોંઘી થઈ ? PM મોદીએ બજેટની કરી પ્રશંસા

Share

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું બજેટ રજૂ કર્યું. ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. એટલે કે સાત લાખ સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ભરવાનો નથી થતો. બજેટના ભાષણ દરમિયાન નાણામંત્રીએ છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે કરેલા કામ અને સિદ્ધીઓનું વર્ણય કર્યું. સાથે જ આગામી પાંચ વર્ષમાં મોદી સરકારનું વિઝન શું છે તેનો પણ ચિતાર આપ્યો.

રેલવે ક્ષેત્રમાં 3 નવા પ્રકારના કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ મધ્યમ વર્ગના ઘરના ઘરનું સપનું સાકાર કરવાનું વચન આપવામાં આવ્યું. પીએમ આવસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સરકારનું વધુ 2 કરોડ ઘર બનાવવાનું વિઝન છે. સાથે જ બાળકો અને મહિલાઓમાં રસીકરણને તેજ બનાવવામાં આવશે. આ સાથે હવાઈ મુસાફરીનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ બજેટમાં પ્રવાસનના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો. લક્ષદ્વીપના વિકાસ માટે ખાસ બજેટ ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઈ-વેહિકલને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો સરકાર કરી રહી છે.. વચગાળાનું બજેટ હોવાના કારણે આ બજેટમાં નવી કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી.

મોટી વાત તો એ છે કે, આ બજેટમાં કંઈ સસ્તુ અને કંઈ મોંઘુ થયુ નથી. કારણ કે આ વખત સરકારે કસ્ટમ ડ્યુટી કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2017 માં જીએસટી લાગુ થયા બાદ બજેટમાં માત્ર કસ્ટમ ડ્યુટી અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો છે, જે કેટલીક વસ્તુઓને લાગુ પડે છે. આ બજેટમાં ઉત્પાદનોની કિંમતમાં કોઈ ફેરફાર પણ કરવાની જાહેરાત કરાઈ નથી.

મોબાઈલ ફોન સસ્તા થશે; સોનું-ચાંદી મોંઘા થશે
આ વખતે સરકારે મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. જેથી આગામી દિવસોમાં મોબાઈલ ફોન સસ્તા બની શકે છે. જોકે, સરકારે સોનાચાંદી પર ડ્યુટી વધારી છે. તેથી હવે તે ખરીદવું મોંઘુ બનશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 7 લાખની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ નહીં ચુકવવો પડે. આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. GST કલેક્શન બમણું થયું છે. GST સાથે પરોક્ષ કર પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બજેટ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો બજેટ સમાવેશી અને નવીન છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવશે – યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતો. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles