નવી દિલ્હી : ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)એ 6-12 વર્ષની ઉંમરના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 12 વર્ષથી વધુ વય જૂથના બાળકો માટે Zydus Cadila ની ઝાયકોવ-ડી વેક્સિનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12,13, અને 14 વર્ષની ઉંમરના બાળકો માતે 16 માર્ચથી કોવેક્સીન લગાવવાનું શરૂ થયું હતું. જે બાળકોનો જન્મ 2008, 2009 અને 2010 માં થયો છે. તે તમામ વેક્સીન લગાવી શકે છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત અઠવાડિયે Corbevax વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી હતી. આ ભલામણ 5 થી 11 વર્ષના બાળકો માટે કરવામાં આવી હતી. હૈદ્રાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ તરફથી તૈયાર કરવામાં આવેલી કોર્બેવેક્સ કોરોના વિરૂદ્ધ દેશની પ્રથમ સ્વદેશી વિકસિત RBD પ્રોટીન સબ યૂનિટ વેક્સીન છે.