નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વરચ્યુઅલ મીટિંગ કરી હતી. તેમાં મહામારી અને યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે દેશની આર્થિક સ્થિતિ પર થયેલી અસર અંગે પણ ચર્ચા થઈ હતી. પીએમએ રાજ્યોને તેમના ભાગનો ટેક્સ ઘટાડવાની અપીલ કરી છે. જેથી લોકો પરનો મોંઘવારીનો ભાર ઘટાડી શકાય.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઈને વિરોધી રાજ્ય સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં જોવા મળતા તફાવત અંગે પણ વાત કરી હતી. તેમણે આ અંગે વાત કરતા કહ્યું કે મુંબઈમાં પેટ્રોલ 120 રૂપિયા લિટરે મળે છે. જ્યારે પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં તે 102 રૂપિયા લિટરના ભાવે મળે છે. આ જ રીતે તે તમિલનાડુમાં 111 રૂપિયા અને જયપુરમાં 118 રૂપિયામાં મળે છે.