મુંબઈ : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ખરેખર, બિગ બીની તબિયત ખરાબ હોવાનું કહેવાય છે અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની હાલત સ્થિર છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે અમિતાભ બચ્ચનનો ઘણો મોટો ફેન ફોલોઈંગ છે અને તેમના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. બિગ બીના ઘરની બહાર તેમને મળવા માટે ચાહકોની ભીડ જામી છે. અમિતાભ બચ્ચન પણ દર રવિવારે તેમના ઘર જલસાની બહાર ચાહકોને મળે છે. ગઈ કાલે, અમિતાભ બચ્ચને તેમના એક્સ એકાઉન્ટ પર ચાહકોને મળવાની આ તસવીરો શેર કરી હતી. આ સાથે બિગ બીએ લખ્યું હતું ‘હમ્બલ્ડ બિયોન્ડ.’