નવી દિલ્હી : કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. કોલસાની અછતના કારણે અનેક પાવર પ્લાન્ટ બંધ થયા છે. વર્તમાન સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે 16 રાજ્યોમાં 10 કલાક સુધી પાવર કાપ મુકાયો છે.જો કે ગુજરાત પર તેની કોઈ અસર નહીં જોવા મળે.
દેશમાં વીજ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. દેશના16 રાજ્યોમાં દસ કલાક વીજકાપ ઝીંકાયો છે. જો કે ગુજરાત પર તેની કોઈ અસર નહીં જોવા મળે. GUVNLના MD જયપ્રકાશ શિવહરેએ અગ્રણી ન્યુઝ ચેનલ સાથેની વાતમાં તેમણે કહ્યું કે, ગુજરાતના લોકોને વીજળીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. પરંતુ રાજ્યની જનતાએ જાળવીને વીજ વપરાશ કરવો જોઈએ.
મહત્વનું છે કે, ગરમીના કારણે વીજળીના માંગમાં વધારો થયો છે. જ્યારે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. દેશના એક ચતુર્થાંશ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે. જેમાંથી એનેક કોલસાની અછતના કારણે બંધ છે. દેશભરમાં વીજ ઉત્પાદનમાં 10 હજાર મેગાવોટનો ઘટાડો થયો છે.