22.3 C
Gujarat
Sunday, December 8, 2024

બોલિવુડ દબંગ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ ! હુમલાખોરો બાઇક લઇને આવ્યા હતા

Share

મુંબઈ : બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે.ધમકીઓ પછી સલમાન ખાન કડક સુરક્ષા હેઠળ રહે છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે.મળતા અહેવાલ અનુસાર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે હુમલાખોરો બાઇક પર આવીને ફાયરિંગ કરીને ફરાર થયા હતા.

ફાયરિંગની આ ઘટના બાદ બાંદ્રા પોલીસની ટીમ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સિવાય ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફાયરિંગની તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રોડની બંને બાજુએ લગાવેલા સીસીટીવી ફૂટેજનો કબજો મેળવીને તપાસ હાથ ધરી છે. ઘટના બાદ ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles