નવી દિલ્હી : UPSC મેઇન્સ 2023નું અંતિમ પરિણામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 2 જાન્યુઆરી 2024 થી 9 એપ્રિલ 2024 સુધી ચાલેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા બાદ આ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. UPSC દ્વારા 16 એપ્રિલ 2024 ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારોએ મેઇન્સની પરીક્ષા બાદ ઇન્ટરવ્યુ આપ્યા હતા તે તમામ ઉમેદવારો UPSC કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર પરિણામ જોઈ શકે છે.
UPSCમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રૂપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રૂપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
UPSC દ્વારા જાહેર કરાયેલ પરિણામમાં 1016 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે. તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે.આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી UPSC ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા,કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.
આ 25 ગુજરાતીઓએ UPSC પરીક્ષા કલિયર કરી
ઉત્તીર્ણ ઉમેદવાર અને તેમનો રેન્ક
1.વિષ્ણુ શશી કુમાર – 31
2.ઠાકુર અંજલિ અજય – 43
3.અતુલ ત્યાગી – 62
4.પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ – 139
5.રમેશચંદ્ર વર્માં – 150
6.પટેલ અનિકેત કમલેશભાઈ – 183
7.ઝા સમીક્ષા સત્યેન્દ્ર – 362
8.પટેલ હર્ષ રાજેશ કુમાર – 392
9.ચંદ્રેશ શાંકલા – 432
10.કરણકુમાર પન્ના – 486
11.પટોળિયા રાજ – 488
12.દેસાઈ જૈનિલ – 490
13.કંચન માનસિંહ ગોહિલ – 506
14.સ્મિત નવનીત પટેલ – 562
15.અમરાની આદિત્ય સંજય – 702
16.દીપ રાજેશ પટેલ – 776
17.નીતિશ કુમાર – 797
18.ઘાંચી ગઝાલા – 825
19.અક્ષય દિલીપ લંબે – 908
20.કિશન કુમાર જાદવ – 923
21.પાર્થ યોગેશ ચાવડા – 932
22.પારગી કેયુર દિનેશભાઈ – 936
23.મીણા માનસી આર. – 946
24.ભોજ કેયુર મહેશભાઈ – 1005
25.ચાવડા આકાશ – 1007