33.9 C
Gujarat
Sunday, April 20, 2025

નવરંગપુરામાં હત્યાનો બનાવ, 15 વર્ષના ટાબરીયાએ વચ્ચે પડનાર યુવકને પતાવી દીધો

Share

અમદાવાદ : અમદાવાદના નવરંગપુરામાં હત્યાનો બનાવ બન્યો છે. નવરંગપુરમાં નેશનલ ચેમ્બર્સમાં એક આઇસક્રીમની દુકાન પાસે હત્યાનો બનાવ બન્યો છે. હત્યા પાછી કોઈ વ્યક્તિગત અદાવતમાં કરવામાં આવી નથી, પણ આઇસક્રીમ લેવા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. જીતેન્દ્ર દંતાણી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે હત્યાના પગલે સગીરની ધરપકડ કરી છે અને કેસની તપાસ આદરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નવરંગપુરામાં 15 વર્ષના ટાબરીયાએ એક યુવકને છરી મારી દેતા તેનું મોત નીપજ્યું છે. નાની ઉંમરના આ ટાબરીયાએ પોતાનો ભાઈ ફૂટપાથ પર હતો એટલે તેના માટે આઈસ્ક્રીમ લેવા માટે સામેના રોડ પર ગયો હતો ત્યાં તેણે આઈસ્ક્રીમ વાળાને આઈસ્ક્રીમ આપવા માટે કહ્યું અને આઇસ્ક્રીમ વાળા સાથે તેની રકજક થઈ હતી 15 વર્ષના ટાબરીયાને સાથે મગજમારી થતા ત્યાં ઉભેલા અન્ય યુવક વચ્ચે પડી એને સમજાવી રહ્યો હતો એટલામાં આ ટાબરિયાએ પોતાની પાસેથી છરી કાઢીને વચ્ચે પડનાર યુવકને મારી દીધી હતી, જેમાં યુવકનું મોત નિપજ્યું છે .હાલ પોલીસે ટાબરીયાની ધરપકડ કરી છે

અમદાવાદના નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં સરેઆમ જાહેરમાં આ રીતે હત્યાનો બનાવ બનતા કેટલીય દુકાનોના શટર પડી ગયા હતા. ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોમાં નાસભાગ બચી ગઈ હતી અને ડરનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આરોપીને રિમાન્ડ હોમમાં મોકલી આપશે તેમ મનાય છે. આરોપી સગીરે ફક્ત ક્ષણિક આવેશમાં આવીને હત્યા કરી હોવાનું મનાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles