21.7 C
Gujarat
Friday, December 27, 2024

સાવધાન, કોરોનાની કોવિશીલ્ડ વેક્સિનથી હાર્ટ-એટેકનું જોખમ : 2 વર્ષે બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું

Share

નવી દિલ્હી : Covid વેક્સીનને કારણે આડઅસરના તમામ દાવાઓ વચ્ચે, રસી બનાવતી કંપની AstraZenecaએ મોટો ખુલાસો કર્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં, કંપનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે, પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહી ગંઠાવા (Blood Clot) લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની Covid-19 વેક્સિનની ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે.

એસ્ટ્રાઝેનેકા વેક્સિન ભારતમાં કોવિશીલ્ડના નામે તરીકે ઓળખાય છે. આ પછી, હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં, કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે.

આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે, જેના કારણે હાર્ટ-એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. બ્રિટનમાં કંપની સામે 51 કેસ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.

આખરે 2 વર્ષ બાદ કંપનીએ સ્વીકાર્યું, કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનથી આવી શકે છે હાર્ટ એટેક અથવા બ્રેન સ્ટ્રોક…..!કંપનીએ પછી વેક્સીન વિશે જાણકારી અપડેટ કરી દીધી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું દુર્લભ કેસમાં તેનાથી બ્લડ ક્લોટ થઇ શકે છે. હવે આ વેક્સીનનો ઉપયોગ યૂકેમાં થઇ રહ્યો નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles