અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે સ્ટેડિયમ વોર્ડમાં આવેલ અભિલાષા એપાર્ટમેન્ટમાં ચાલતા જતા કે વાહન લોકોની ઉપર એકા એક આવીને કુતરા હુમલો કરતા હોવાથી લોકોમાં ભારે આક્રોશ છે. એક જ સાથે સાત થી આઠ કુતારોનું ટોળું હુમલો કરે છે ત્યારે અનેક રહીશો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.અભિલાષા એપાર્ટમેન્ટ સિવાય નવા વાડજના અનેક વિસ્તારોમાં રખડતા કુતરા વધારે જોવા મળી રહ્યા છે.
નવા વાડજમાં ૧૩૨ ફૂટ રિંગ રોડ પર અનેક ઠેકાણે, જુહુ પાર્ક પાસે ભાવસાર હોસ્ટેલ પાસે, મહાત્મા પાર્ક પાસેના અલગ અલગ વિસ્તારોમાં કુતરાઓનો ત્રાસ છે. નવા વાડજમાં રખડતા કુતરાઓનો એક પ્રકારનો કાળો કેર જોવા મળી રહ્યો છે. કૂતરા ક્યારેક એટલી હદે હુમલો કર્યો હોય છેકે દર્દીને સારા થવામાં ઘણો સમય નિકળી જાય છે.તંત્ર દ્વારા તાત્કાલિક ના ધોરણે કૂતરા પકડી પાડવામાં આવે તેવી નવા વાડજના સ્થાનિક લોકોની માંગ છે.