દુબઈ : વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ દિવસમાં હરાવ્યા બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં પછડાટ આપી.ટીમ ઇન્ડિયાએ આ ફાઇનલ મૅચ બે બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત એશિયા કપ 2025માં ચેમ્પિયન બન્યું છે. પાક.ના 146 રનના જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટે 150 રન કરીને પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. તિલક વર્માએ 53 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 69 રન કરી ભારતને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે અંતિમ ઓવરમાં છ બોલમાં દસ રન બાકી હતા તે સમયે છગ્ગો ફટકારીને ભારતનો વિજય સુનિશ્ચિત કરી દીધો હતો.ભારતે 5/150ના સ્કોર સાથે થોડી મુશ્કેલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો.
પાકે. આપેલા 147 રનના લક્ષ્યાંક સામે ભારતે એક સમયે 20 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, આમ પરાજય ક્ષિતિજે ડોકાવવા માંડ્યો હતો. આ સમયે તિલક વર્માએ સંજુ સેમ્સનની સાથે ચોથી વિકેટની 57 રનની ભાગીદારી નોંધાવી હતી.છેલ્લી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્રણ બૉલમાં નવ રન કર્યા બાદ રિન્કુએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બૉલમાં દુબેએ સિક્સર ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો.
ક્રિકેટની દુનિયામાં આજે એક મોટી મેચ રમાઈ રહી હતી. વાસ્તવમાં એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ હતી. આ ટાઇટલ મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી હતી. IND vs PAK એશિયા કપ ફાઇનલ ટોસ જીતી ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.