30.4 C
Gujarat
Wednesday, July 30, 2025

PM Modi USA Visit 2025 : અમદાવાદનો ઉલ્લેખ છે એવી ટ્રમ્પે મોદીને આપી ખાસ ગિફ્ટ, જુઓ તસવીરો

Share

વોશિંગ્ટન ડીસી : પીએમ મોદીએ (PM Modi USA Visit 2025) અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ (US President Donald Trump) સાથે મુલાકાત કરી હતી. બંને નેતાએ અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ ગિફ્ટ આપી હતી. ટ્રમ્પે મોદીને ‘Our Journey Together’ પુસ્તક ભેટમાં આપ્યું હતું. જેમાં હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તસવીરો છે.


‘Our Journey Together’ એક ફોટોગ્રાફ આધારિત પુસ્તક છે. તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં તેમણે વ્હાઇટ હાઉસમાં પસાર કરેલા પ્રથમ કાર્યકાળના ચાર વર્ષ દરમિયાનની ઉપલબ્ધિઓ, મહત્ત્વપૂર્ણ ઘટનાઓને દર્શાવે છે. પુસ્તકમાં 300થી વધારે તસવીરો સામેલ છે, જેની પસંદગી ખુદ ટ્રમ્પે કરી છે. ઘણી તસવીરોના કેપ્શન ટ્રમ્પે લખ્યા છે.

સ્પેસ ફોર્સની સ્થાપનાઃ અવકાશમાં U.S. ના હિતોનું રક્ષણ કરવા માટે સ્પેસ ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.વૈશ્વિક નેતાઓ સાથે વાટાઘાટોઃ કિમ જોંગ-ઉન, રાષ્ટ્રપતિ શી, રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય વિશ્વ નેતાઓ સાથે યોજાઈ.નમસ્તે ટ્રમ્પઃ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દોઢ લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પુસ્તકમાં અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી, ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન તાજમહેલની તસવીર પણ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles