દુબઈ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ મેચ 4 વિકેટથી જીતીને ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. બોલરોથી લઈને બેટ્સમેન સુધી, રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.અને રવિવારે દુબઈમાં જ રમાનારા નિર્ણાયક મુકાબલામાં પ્રવેશ મેળવી લીધો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. દુબઈમાં રમાયેલી આ સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 11 બોલ બાકી રહેતા 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો વિરાટ કોહલીનો હતો, જેમણે દબાણથી ભરેલી મધ્ય ઓવરો દરમિયાન પોતાની સ્થાયીતા જાળવી રાખી અને 84 રન બનાવ્યા.
ભારતીય ટીમે દુબઈમાં ચોથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણય ઘણી હદ સુધી સારો સાબિત થયો. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટમાં દુબઈના મેદાન પર 250 રનનો આંકડો સ્પર્શનાર પ્રથમ ટીમ બની. આમ છતાં, તે 265 રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગયો. ભારત હવે દુબઈના મેદાન પર 250 થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાની હેટ્રિક હાંસલ કરી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ 2017 માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે તેને પાકિસ્તાન સામે 180 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, આખી ઓસ્ટ્રેલિયન ટીમ 49.3 ઓવરમાં 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રન બનાવ્યા.
પોતાની ઇનિંગ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેમના સિવાય ટ્રેવિસ હેડ 33 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે એલેક્સ કેરીએ 57 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો, ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી.