30.3 C
Gujarat
Wednesday, October 23, 2024

iPhone 15 અને iPhone 15 Plus લોન્ચ કરાયો, જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

Share

Apple Wonderlust 2023 Event : Appleએ iPhone 15 લોન્ચ કર્યો છે. તેમાં USB ટાઈપ સી પોર્ટ માટે સપોર્ટ હશે. કંપનીએ iPhone 15 Plus પણ લોન્ચ કર્યો છે. આ સિવાય Apple Watch Series 9 અને Watch Ultra 2 સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. iPhone 15 સિરીઝ હેઠળ ચાર મોડલ લોન્ચ થયા છે. જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Ultra સામેલ છે. Apple ઇવેન્ટ 2023 પૂર્ણ થઈ ગઈ છે. આ ઇવેન્ટમાં કંપનીએ તેની નવી સિરીઝ iPhones અને Apple Watch લોન્ચ કરી છે. ગયા વખતની જેમ આ વખતે પણ કંપનીએ ઇવેન્ટમાં ચાર નવા iPhone લોન્ચ કર્યા છે. કંપનીએ ત્રણ નવી Apple Watches લોન્ચ કરી છે, જે આકર્ષક ફીચર્સ સાથે આવે છે.

સૌ પ્રથમ, જો આપણે iPhone 15 સિરીઝની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વખતે પણ કંપનીએ ચાર મોડલ- iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લૉન્ચ કર્યા છે. આ iPhones પાવરફુલ ફીચર્સ સાથે પણ આવે છે. નોન-પ્રો વેરિઅન્ટમાં, કંપનીએ A16 Bionic ચિપસેટ પ્રદાન કર્યું છે. જેનો ઉપયોગ છેલ્લે iPhone 14 Pro શ્રેણીમાં કરવામાં આવ્યો હતો. તેની સાથે કંપનીએ આ વખતે કેમેરાને પણ અપડેટ કર્યા છે. નોન-પ્રો વેરિઅન્ટમાં યુઝર્સને 48MPનો મુખ્ય લેન્સ આપવામાં આવ્યો છે. આ વખતે કંપનીએ પ્રો વેરિએન્ટમાં A17 Bionic ચિપસેટ આપી છે. આ સાથે કેમેરા પરફોર્મન્સ પણ પહેલા કરતા વધુ સારું બનાવવામાં આવ્યું છે. કંપનીએ પ્રો વેરિઅન્ટમાં એક એક્શન બટન આપ્યું છે, જેની મદદથી તમે એક ક્લિકમાં અનેક ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. તમને ચારેય iPhonesમાં Type-C ચાર્જિંગ પોર્ટ મળશે.

iPhone 15 Pro કેમેરા
iPhone 15 Pro Maxમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરો. ઓછી લાઇટ અને નાઇટ ફોટોગ્રાફી સારી હોવાનો દાવો કરે છે. આ ફોન્સમાં નેક્સ્ટ જનરેશન પોટ્રેટ મોડ. એપલનું કહેવું છે કે, ફોટોનિક એન્જીનથી નાઈટ મોડમાં શાનદાર ક્વોલિટીના ફોટા લેવામાં આવે છે. કેમેરા સ્માર્ટ HDR ને સપોર્ટ કરે છે.

ફોનમાં 12 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા પણ છે, જે 100 ટકા ફોકસ પિક્સલ, 120mm ફોકલ લેન્સ સાથે આવે છે. iPhone 15 Pro શ્રેણીમાં 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જે એપરચર F/2.2 સાથે આવે છે. આ કેમેરા 10x ઓપ્ટિકલ ઝૂમ ઓફર કરે છે.

iPhone Apple A17 Pro પણ લૉન્ચ
નવી A17 Pro ચિપસેટ Apple iPhone 15 Pro મોડલમાં આપવામાં આવશે, જે 3nm પ્રક્રિયા પર આધારિત છે. એપલનો દાવો છે કે, ન્યુરલ એન્જિન અન્ય કોઈપણ પ્રોસેસરની સરખામણીમાં સૌથી શક્તિશાળી છે.

iPhone Pro મોડલમાં મ્યૂટ બટન ઉપલબ્ધ નહીં હોય
iPhone 15 Proને કસ્ટમાઇઝ કરી શકાય તેવા એક્શન બટન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ બટન વડે ફંક્શનને મ્યૂટ કરવા માટે, તમારે સ્લાઇડને બદલે દબાવવું પડશે. એક્શન બટન વડે ફોનમાં ઘણા વધુ કાર્યો પણ કરી શકાય છે.

iPhone 15 કિંમત
iPhone 15 ની કિંમત $799 થી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Plus ને $899 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે (2022) લૉન્ચ થયેલા iPhone 14 અને iPhone 14 Plus પણ આ જ કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

iPhone 15 Pro ફીચર્સ
iPhone 15 Pro સિરીઝને ટાઇટેનિયમ મટિરિયલથી બનેલી ફ્રેમ સાથે લૉન્ચ કરવામાં આવી છે.

અત્યાર સુધીનો સૌથી હળવો iPhone 15 Pro સ્માર્ટફોન.

iPhone 15 Proમાં મજબૂત ગ્લાસ સામગ્રી.

iPhone 15 Proમાં 6.1 ઇંચની ડિસ્પ્લે છે, જ્યારે iPhone 15 Pro Max માં 6.7 ઇંચની ડિસ્પ્લે છે.

iPhone 15 સિરીઝ યુએસબી ટાઈપ-સી સાથે લોન્ચ કરવામાં આવી છે

Apple iPhone 15 સિરીઝને USB Type-C ચાર્જિંગ પોર્ટ સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ ફોન મેગસેફ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.

એડવાન્સ્ડ મશીન લર્નિંગ લેંગ્વેજ મોડલ
કનેક્ટિવિટી માટે, iPhone 15માં Apple Watch Ultra જેવી અલ્ટ્રા-વાઇડબેન્ડ ચિપ છે. વધુ અદ્યતન મશીન લર્નિંગ લેંગ્વેજ મોડલ iPhone 15 માં ઉપલબ્ધ છે. ઇમરજન્સી એસઓએસ વાયા સેટેલાઇટ સુવિધાઓ

પહેલા કરતા વધુ શક્તિશાળી iPhone 15
A16 Bionic ચિપસેટ Apple iPhone 15 અને 15 Plusમાં ઉપલબ્ધ છે. Apple એ દાવો કર્યો છે કે, iPhone 15 થી આખા દિવસ સુધીની બેટરી લાઈફ મળશે. Appleનું કહેવું છે કે, નવા ફોનમાં iPhone 14 કરતા મોટી બેટરી હશે. iPhone 15માં વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ હશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles