નવી દિલ્હી : જો તમે ગુજરાતના પ્રખ્યાત સ્થળોએ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય રેલ્વે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યું છે. ભારતીય રેલ્વે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવવા જઈ રહી છે. આ અંતર્ગત પ્રવાસીઓને ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો પરિચય કરાવવામાં આવશે.આ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરૂ થશે. આ પ્રવાસમાં વાઈબ્રન્ટ ગુજરાતનો વારસો પ્રદર્શિત કરવામાં આવશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી કોચ હશે. આ ટ્રેન દિવસે અંદાજે આઠ કલાક ચાલશે. આ દરમિયાન 3500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. તેમાં અત્યાધુનિક પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટ પણ હશે. આ ટ્રેનમાં લગભગ 156 પ્રવાસીઓ એકસાથે મુસાફરી કરી શકશે. આ ટ્રેન ગુજરાતના હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાત લઇ જશે.રેલવે યાત્રાના આ પેકેજનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગરવી ગુજરાત ટુર પેકેજમાં પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા સ્થળો બતાવવામાં આવશે. પ્રવાસીઓ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશનથી પણ આ ટ્રેનમાં મુસાફરી કરશે. IRCTCએ આ ટૂર પેકેજ માટે હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે. આ માટે તમે પેમેન્ટ ગેટવેમાં EMI નો વિકલ્પ પસંદ કરી શકો છો.
આ યાત્રામાં અમદાવાદનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર, સાબરમતી મંદિર, મોઢેરાના સૂર્ય મંદિર, પાટણ સ્થિત રાણી કી વાવ, યુનેસ્કો હેરિટેજ સાઈટ, નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન કરવામાં આવશે. આ ટ્રેન શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.