Oscars 2023 : આ વખતે ઓસ્કર્સમાં ભારતનો ડંકો વાગ્યો છે. પહેલા શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીત્યો અને હવે આરઆરઆર ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો છે. ‘નાટુ નાટુ’ને ઓસ્કર અવોર્ડ મળતાં જ ફિલ્મની આખી ટીમ ઝૂમી ઉઠી હતી. એસ.એસ. રાજામૌલી, જૂનિયર એનટીઆર અને રામચરણની ખુશીનું ઠેકાણું નહોતું. ગીતના સિંગર્સે પણ અવોર્ડ સ્વીકારતી વખતે સ્પીચમાં ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો હતો.અમેરિકાના લોસ એન્જલસમાં 95માં ઓસ્કર્સ એવોર્ડ્સ એટલે કે એકેડેમી એવોર્ડસનું આયોજન થયું છે. જેમાં ભારતનો આ વખતે ડંકો વાગ્યો છે.
‘Naatu Naatu’ from ‘RRR’ wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023
Standing Ovation for #NaatuNaatu at the #Oscars95 🤩
ElectRRRifying performance by all the dancers 🔥, @Rahulsipligunj @kaalabhairava7 you did Great ❤️#AcademyAwards #Oscars #Oscars2023 #NaatuNaatuForOscars #SSRajamouli #JrNTR #RamCharan pic.twitter.com/vNKcuiMHB3— Ayyo (@AyyAyy0) March 13, 2023
#NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳
Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe
— Abhi (@abhi_is_online) March 13, 2023
ઓસ્કરમાં ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં અવોર્ડ મળતાં ફિલ્મના મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરાવનીએ ફિલ્મના ડાયરેક્ટર, એક્ટર્સ સાથે ગીત ગાઈને સેલિબ્રેશન કર્યું હતું. એમએમ કીરાવાનીએ સ્ટેજ પર અવોર્ડ સ્વીકારતી વખતે સ્પીચમાં આ ગીતને સંભવ બનાવવા માટે સૌનો આભાર માન્યો છે. સાથે જ દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે તેમ જણાવ્યું હતું. ‘નાટુ નાટુ’ ગીતને અવોર્ડ મળતાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણની આંખમાં ખુશીના આંસુ છલકાયા હતા. જણાવી દઈએ કે, આ ગીતના સિંગર્સ રાહુલ સિપ્લિગુંજ અને કાલ ભૈરવ સ્ટેજ પર પર્ફોર્મ કરવા આવ્યા ત્યારે તેનું અનાઉન્સમેન્ટ દીપિકા પાદુકોણે કર્યું હતું.