Thursday, September 18, 2025

શું તમે કેનેડા જવાનું વિચારો છો ? છેતરપિંડીથી બચવા આટલું ધ્યાન રાખો

Share

Share

ટોરેન્ટો : કેનેડા હાલમાં ભારતીયો માટે ફેવરેટ દેશ બની ગયો છે. અત્યારે ખાસ કરીને ગુજરાતમાં તો કેનેડા જવા માટે લાઈનો લાગી રહી છે. હાલમાં કેનેડા માટે સરળતાથી વીઝા મળી જતા હોવાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, કેનેડાના વીઝાના નામે ફ્રોડની પણ ઘણી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે કેનેડા જવા ઈચ્છતા લોકોએ છેતરપિંડીથી બચવા શું કરવું તેના માટે કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. કેનેડાની સરકારે પણ તે અંગે પોતાની વેબસાઈટ પર વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. કેનેડા માટે વીઝા પ્રોસેસ કરતા પહેલા એ માહિતી જાણી લેશો તો મોટી છેતરપિંડી અને આર્થિક નુકસાનથી બચી જશો.

રાજ્યભરમાંથી કેનેડામાં મોટી સંખ્યામા લોકો જઈ રહ્યા છે. બીજી તરફ અવાનવાર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશિત થતા હોય છે ત્યારે હવે કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિઝાને લગતા નિયમોની જાણકારી ગુજરાતીમાં આપવાનું શરુ કર્યુ છે.

https://www.canada.ca/en/immigration-refugees-citizenship/campaigns/before-apply-india-gu.html

આ પહેલા આ નિયમોની ઈંગ્લિશ, હિન્દી તેમજ પંજાબીમાં જ જાણકારી આપવામાં આવતી હતી પણ હવે કેનેડાની સરકારે ગુજરાતીઓની સંખ્યાને ધ્યાને રાખી ગુજરાતી ભાષામાં નિયમો આપવાનું નક્કી કર્યુ છે. કેનેડાની સરકારે પોતાની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ, બિઝનેસમેન તેમજ ફેમિલી માટે નિયમોની જાણકારી આપી છે.

જેમા ૧ કેનેડામાં પ્રવાસ માટે નિયમો ૨. વિઝા માટે એજન્ટોની યાદી ૩. વિઝા અરજીની ફી અંગેની જાણકારી ૩. કેનેડામાં નોકરી આપવાના ફ્રોડની અંગેની માહિતી જેવી જાણકારી વેબસાઈટ પર આપવાનુ શરુ કર્યુ છે. ગુજરાતના કચ્છના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા તેમજ ફ્રેન્ડઝ ઓફ ગુજરાત,

કેનેડાના સ્થાપક હેમંતભાઈ શાહે જણાવ્યું કે કેનેડામા હવે ગુજરાતમાંથી વધુ લોકો આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કેનેડા સરકારે વિઝાના નિયમો જે પણ કેનેડા જવા ઇચ્છુંક હોય તે લોકો માટે વેબસાઈટ પર મુક્યા છે.

તેમણે કહ્યુ કે પહેલા કેનેડા સરકારી વેબસાઈટ પર રિજનલ ભાષામાં ફ્કત પંજાબી જ ભાષા હતી પણ ત્યાના અધિકારીઓને ધ્યાનમાં આવ્યુ કે ગુજરાતમાંથી પણ વધારે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસનલ અને ફેમિલી કેનેડા આવે છે. આ માટે ત્યાની સરકારે ગુજરાતી ભાષામાં નિયમોની જાણકારી આપવાનુ શરુ કર્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...