નવી દિલ્હી : હોળી પહેલા સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે.ઘરેલું અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં આજથી વધારો કરાયો છે અને ઘરેલુ LPG સિલિન્ડર રૂ.50 મોંઘો થશે. દિલ્હીમાં આજથી ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવે ઉપલબ્ધ થશે. તેની અગાઉની કિંમત 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
Domestic LPG Cylinder 14.2 kg prices increased by Rs 50/. Domestic LPG cylinder price increased to Rs 1103/ in Delhi: sources
— ANI (@ANI) March 1, 2023
સમાચાર એજન્સી ANI ના જણાવ્યાં મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે.
કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે.ઘરેલુ સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો થવાથી હવે દિલ્હીમાં 1053નો બાટલો 1103 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં 1102.5, કોલકાતામાં 1129, ચેન્નાઈમાં 1118.5 રૂપિયામાં મળશે.
LPG, CNG અને PNG ના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ગત વખતે 1લી ફેબ્રુઆરીએ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો ન હતો.