વારાણસી : લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. PM મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ પુષ્ય નક્ષત્રમાં એટલે કે, સવારે 11.30 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી. દર વખતની જેમ PM મોદીના નોમિનેશનમાં NDAના નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત NDAમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા. જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા.
PM મોદી ઉમેદવારી નોંધાવતા પહેલા કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા. PM મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા અને દશાશ્વમેધ ઘાટ પર ગંગાની પૂજા કરી હતી. દશાશ્વમેધ ઘાટ પર છ પંડિતોએ PM ને ગંગા પૂજા કરાવી હતી. દશાશ્વમેધ ઘાટ પર PM ને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.