26.2 C
Gujarat
Tuesday, April 1, 2025

અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની બોલી રજૂ કરાઈ

Share

નવી દિલ્હી : ભારતે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે વિધિવત રીતે દાવેદારી રજૂ કરી હતી. દાવેદારી રજૂ કરવા માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે દાવેદારી કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતે ગુજરાતમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે, એમ રમતગમત મંત્રાલયના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું. ગેમ્સનું આયોજન કરવા માટે `ઈચ્છા વ્યક્ત’ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી અને ભારતનો પત્ર થોડા દિવસો પહેલાં ભારતીય ઓલિમ્પિક એસોસીએશન દ્વારા મોકલવામાં આવ્યો હતો.

ભારતની બોલી આઈઓએ અને ગુજરાત રાજ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે,’ એમ સૂત્રએ જણાવ્યું હતું. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ રમતોનું આયોજન કરવામાં રસ ધરાવે છે. ભારતે છેલ્લે 2010માં સીડબલ્યુજીનું આયોજન કર્યું હતું. તે 2036 ઓલિમ્પિકનું પણ આયોજન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

2035 ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી પ્રબળ છે, તેથી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ અમદાવાદને મળે તેવી સંભાવના છે. ભારતે દાવેદરી રજૂ કર્યા બાદ કોમનવેલ્થ સ્પોર્ટ તમામ દાવેદારી ચકાસવાની પ્રક્રિયા કરશે. આ પછી સીજીએફની સામાન્ય સભામાં યજમાન દેશ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ભારતે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ સંભાળ્યું હતું. તે સમયે ભારતે 100 મેડલ જીત્યા હતા. જે કોમનવેલ્ષ ગેમ્સમાં અત્યાર સુધીનું ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત 1951 અને 1982 એમ બે વખત એશિયન ગેમ્સની યજમાની કરી ચૂક્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles