29.1 C
Gujarat
Thursday, October 10, 2024

દેશમાં કોરોનાની ફરી દહેશત, 5 લોકોના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી

Share

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. દેશમાજં પ્રથમ JN.1 વેરિએન્ટ ડિટેક્ટ થઈ ચુક્યો છે. તેને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ચુકી છે. કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે હેઠળ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડને લઈ ઉભી થયેલી સ્થિતિ પર રાજ્ય સતત નજર બનાવી રાખે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ એડવાઇઝરીમાં રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત જીનોમ સિક્વેસિંગ માટે પોઝિટિવ નમૂના INSACOG લેબોરેટરીમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.


અહેવાલો અનુસાર, કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. એક 79 વર્ષીય મહિલાને તેનાથી ચેપ લાગ્યો હતો. થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક ભારતીય મુસાફર પણ JN.1 સબ-વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી હતો. આ વ્યક્તિ ઓક્ટોબરમાં સિંગાપોર ગયો હતો.

સોમવારે (18 ડિસેમ્બર)ના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles